જરૂર ન હોય ત્યારે ગેરહાજર પણ રહેવું જોઈએ ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઔરોં કી બુરાઈ કો ન દેખું વો નજર દે, હાં અપની બુરાઈ કો પરખને કા હુનર દે, વો લોગ જો સૂરજ કે ઉજાલે મેં ચલે થે, કિસ રાહ મેં ગુમ હો ગયે કુછ ઉનકી ખબર દે. -ખલીલ તનવીર સતત હાજરી સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારી જરૂર છે અને ક્યારે મારે દૂર રહેવાનું છે. આપણે આપણી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. હું તારા માટે હંમેશાં હાજર છું. દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. હું બોલાવીશ અને એ આવી જશે, હું કંઈક કહીશ અને એ થઈ જશે, મારી વાત કરીશ અને એ સાંભળશે, એટલો અહેસાસ હોય એ જ પૂરતું છે. સંબંધોના નિયમો ન હોય. એ ફોન કરે તો હું ફોન કરું. એ મેસેજ કરે તો જ હું જવાબ આપું. સંબંધ જ્યારે બંધનના દાયરામાં આવી જાય છે ત્યારે ગૂંગળામણની શરૂઆત થાય છે. સંબંધોની તીવ્રતા એના પરથી નક્કી થતી નથી કે તમે કેટલી વખત મળો છો. તમને એકબીજાની કેટલી પરવા, કેટલી ખેવના અને કેટલી લાગણી છે તેના પરથી ...
*"સ્પેકટ્રોમીટર"-* રવિપૂતિઁ ✒લેખક: *જય વસાવડા* *મિત્રતાની વિચિત્રતા* *ડિજીટલયુગની ડિસ્પોઝેબલ ફ્રેન્ડશિપ!* ****** *ઈગોને લેટ ગો ન કહો ત્યાં સુધી કોઈ સંબંધ શાશ્વત રહેતો નથી. પણ 'દુશ્મન ન કરે, દોસ્ત ને વો કામ કિયા હૈ'વાળી સિચ્યુએશન બાબતે ૨૧મી સદીમાં એલર્ટ રહેવા જેવું છે* ****** *જે 'ફીલ' કરે એ જ મિત્ર સાથે 'મહેફિલ' કરી શકાય! કોઈ વાત કરવાવાળું, કોઈ આધાર આપવાવાળું, કોઈ સંગાથે મોજમસ્તી કરવાવાળું જોઈએ એ મિત્રતાની વ્યાખ્યા સનાતન છે પણ સંજોગો બદલાઈ રહ્યાં છે!* ૧૯ ૮૫માં હજુ દુનિયા સ્માર્ટફોન અને સેટેલાઈટ ચેનલના વિશ્વમાં નહોતી ત્યારે આજે ય જુઓ તો તરોતાજા લાગે, એવું અમેરિકન ટીન મૂવી આવેલું ઃ ફેરિસ બુલર્સ ડે ઓફ. એક પ્રમાણમાં સાધનસંપન્ન કુટુંબનો, સ્નેહાળ પણ વ્યસ્ત મા-બાપ અને યુવાન બહેન ધરાવતો ટીનએજર છે, ફેરિસ બુલર. થોડો ટીખળી, થોડો સ્માર્ટ. આમ ટેકનોક્રેટ જેવો ભેજાંબાજ છે. પણ (કદાચ એટલે જ) ક્લાસરૃમ એને બોરિંગ લાગે છે. એ કહે છે ઃ આજે યુરોપિયન સોશ્યાલિઝમની ટેસ્ટ છે. પણ હું ...
*"અનાવૃત"* - શતદલ પૂર્તિ ✒️લેખક: *જય વસાવડા* http://planetjv.wordpresd.com/ *આ ગલે લગ જા : આલિંગન એક રંગીન આંદોલન !* *પૂર્વના આધ્યાત્મિક રહસ્યવાદીઓએ સ્પર્શથી એટલે)* *દૂર રહેવા રાખવાના* *નિયમો બનાવ્યા હતા કે,* *આંગળીના ટેરવા પણ એનેર્જી* *ટ્રાન્સમીટર તરીકે અને રૃંવાટીના મૂળ પણ એનર્જી* *રિસિવર તરીકે કામ કરી શકે એનો એમને સાક્ષાત્કાર થઈ ગયેલો.* *પણ જમાનો એટલો ઝડપી બન્યો છે કે રિલેકસ થવા માટે આ ઊર્જાસંચય છોડવાની જરૃર છે* એક જમાનામાં હોલીવૂડની રૃડીરૃપાળી લાલ સફરજન જેવી એકટ્રેસ ડ્રયુ બેરિમોરે એવું તોફાની ક્વોટ 'મને ભેટવામાં એટલી મજા પડે છે કે... કાશ, હું ઓકટોપસ હોત! તો આઠ જણને એક સાથે વળગી પડત!' ( કાશ, આપણે ત્યારે એની નજીક હોત !). રાજકારણીઓ આપણે ત્યાં એટલા સ્ટ્રેઈટજેકેટ હોય છે કે એમને લળી લળી સલામો કરી પગે લાગવાનું જ રહે. ત્યારે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈ જાદૂ કી ઝપ્પી આપી આવ્યા એ ઘટના ભારે ચર્ચામાં રહી. સાહેબ ઇન્ટરનેશનલ લીડર્સને ભેટે છે. રાહુલજીએ નેશનલ લીડરથી શરૃઆત કરી. ગુડ ગુડ. શિવાજી અને અફઝલખાન જેવા ભેટેથી કટારી હુલ...
Comments
Post a Comment