ધક ધક ગર્લ"* - ફીકસન લવ સ્ટોરી
*"ધક ધક ગર્લ"* - ફીકસન લવ સ્ટોરી
✒ લેખક: *અશ્વિન મજીઠીયા*
https://www.facebook.com/ashwin.majithia
*પ્રકરણ - 24*
બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા.
એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે, ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. પછી હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલ કરતા રહી શકીશું.
Read more
A
આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો. ઘરે વાત કરવા મેં ફોન હાથમાં લીધો પણ પછી ઘડિયાળમાં જોયું તો સાડા દસ જેટલા વાગી ગયા હતા અને પપ્પા મમ્મી કદાચ સુઈ પણ ગયા હોય.
તે ઉપરાંત, બીજે દિવસે મારે પેલાં નવા જોઈન થયેલા જુનિયરો સમક્ષ અમુક પ્રેઝન્ટેશન પણ આપવાના હતા.
આમ તો જો કે બધા તૈયાર જ હતા પણ તેમને ફાઈનલ ટચ આપવાનો હજી બાકી હતો.
પુનાથી નીકળ્યો ત્યારે તો વિચાર કર્યો હતો કે બેંગ્લોર આવતી વખતે ફ્લાઈટમાં એે બધું કરી નાખીશ પણ પછી ફ્લાઈટે ટેકઓફ કર્યું તેની થોડી પળો પહેલાં જ ધડકનનો કૉલ આવ્યો ને પછી ચેટ શરૂ થઈ ગઈ. આમ આ અમુક ‘બીજું’ મહત્વનું કામ કરવામાં પ્રેઝન્ટેશનને ફાઇનલ ટચ વગેરે બધું અધ્ધર જ રહી જ ગયું હતું, એટલે ફોનને તરત જ દૂર ફગાવીને મેં લેપટોપ ચાલુ કર્યું અને લવ, વિરહ, ફીલિંગ્સ વગેરે વાતોને વિસારે મૂકી 'કલાઉડ કંપ્યુટીંગ', 'ડેટા એનેલીસીસ', 'સોફ્ટવેર એઝ અ સર્વિસ' વગેરે કંટાળાજનક વાતોમાં ડૂબી ગયો.
.
જેમતેમ અડધો કલાક વીત્યો હશે કે વોટ્સઍપની બત્તી ટમટમી. ધડકનનો મેસેજ હતો-
"હજી સુધી જાગે છે?"
"હમ્મ્મ"
"કેમ રે? ઊંઘ નથી આવતી કે? મનેય નથી આવતી.🙃"
"😊"
"ઓકે..તો પછી આપણે શું નક્કી કર્યું?"
"શેનું?"
"અરે? એવું શું કરે છે? થોડીવાર પહેલા શું નીંદરમાં વાત કરતો હતો કે મારી સાથે? આપણે શું કરવાનું છે?"
“ધડકન..! તને શું મલ્ટીપલ ડીસઓર્ડર વગેરે જેવું કંઇક થયું છે કે?"
"બાપ રે..! શું ભયંકર નામ છે આ..! એ શું હોય છે? પ્રેમમાં પડ્યા બાદની કોઈ ડેન્જર બીમારી જેવું છે કે કંઈ?"
"અરે યાર..! છોડ હવે ચલ..તું સુતી નથી હજી સુધી?"
“ઊંઘ ઉડી ગઈ છે રે મારી. અને એમાં આ વોટ્સઍપ..મને પાગલ કરીને જ મુકશે. ફોન બંધ કરવાનું મન જ નથી થતું."
"હમ્મ.."
"ઓકે..સાંભળ ને. એક મસ્ત સોંગ સાંભળું છું હું. મોકલું કે તને?"
"કયુ છે?"
"સરસ ગીત છે એટલે પૂછું છું ઓકે? અમસ્તો જ એમાંથી મનફાવે એવો અર્થ ન કાઢતો."
"🤔"
"તેં 'જુલી' મુવી જોયું'તુ?
"હા જોયું છે ને. પેલી સાઉથની હિરોઈન લક્ષ્મીનું ને?
"એનું જ છે આ ગીત. માય હાર્ટ ઈઝ બીટિંગ. કેવો મસ્ત અવાજ છે પેલી પ્રીતિ સાગરનો. આમ રુંવાડા ઉભા થઇ જાય છે જાણે કે."
"હમ્મ.."
"શું હમ્મ? બોર કરું છું કે તને?"
"નહીં ગ..! બોલ.."
"થોડીવાર પહેલા તું કહેતો હતો ને, કે હાર્ટ અને બ્રેઈનના અલગ અલગ મત હોય છે એમ?"
"હો.."
"તો પછી આપણે કોનું સાંભળવાનું? હાર્ટનું કે બ્રેઈનનું?"
"નક્કી કરવું કઠીન છે. કારણ આપણે એકનું સાંભળીએ તો બીજું ચુપ નથી બેસવાનું. હાર્ટ અથવા બ્રેઈન..બંનેમાંથી કોઈક તો વચમાં ટાંગ અડાડવાના જ."
"તો પછી આપણા બંનેમાંથી કોઈ એક સ્ટ્રોંગ બનીએ. તું બનીશ? કેમ કે ઈટ ઈઝ ઈમ્પોસીબલ ફોર મી."
.
(ખરું પૂછો તો મને આ બધું એક સપના જેવું લાગતું હતું.
મારી અને ધડકન વચ્ચે આટલો બધું બની જશે, અને તે પણ આટલું જલ્દી.. તે તો મને લાગતું જ નહોતું.)
"શેનો વિચાર કરે છે, તન્મય?"
"ધડકન, સાચું કહું? મને હજીયે વિશ્વાસ નથી બેસતો કે આપણે આ વાતો કરી રહ્યા છીએ. મને તું ગમતી હતી..ગમે છે. પણ.."
"કેમ? લવ એટ ફર્સ્ટ સાઈટ શું ફક્ત છોકરાઓને જ થાય છે કે? છોકરીઓ શું ઉંધા કાળજાની હોય છે?"
"હેહેહેહે.. હવે એમ ન કહેતી કે તે મને પહેલીવાર કૉલેજમાં જોયો ત્યારથી જ હું તને ગમવા લાગ્યો હતો."
"ખોટ્ટુ..! તેનાથી ય પહેલાથી..!"
“એટલે?”
"એની વે. છોડ..!"
"ના..હી. મને ખબર તો પડવી જ જોઈએ."
"અરે..! તન્વી તેના મોબાઈલ પર તમારા બન્નેના પીક્સ મને દેખાડતી. તમારા વિષયે..તારા વિષયે વાત કરતી, ત્યારે કોને ખબર શું કામ..પણ મનમાં એવું કંઇક તો બી થતું. મને એક્ઝેક્ટલી સમજાવતા નહીં આવડે...પણ તું તેને જે એસએમએસ મોકલતો તે વાંચવા મને ગમતા. એવું ફિલ થતું કે તન્વી તો..તન્વી તો બિલકુલ જ બાલીશ છે. ને તું એકદમ મેચ્યોર્ડ. તો એક્ચ્યુલી યુ નીડ સમવન મેચ્યોર્ડ..મારી જેવી કોઈક..!🤭”
"ધડકન સ્ટોપ ઈટ. આયે’મ ફોલીંગ ફોર યુ."
"સ્ટોપ? વાય? આર યુ ફોલીંગ ઇન લવ વિથ મી?”
"આય થીંક આઈ ઓલરેડી હેવ..”
"આયે’મ બ્રીધીંગ હેવીલી તન્મય..મારો શ્વાસ ખુબ જ..."
ત્યાર બાદ કેટલીય વાર પછી તેનો મેસેજ આવ્યો- "તન્મય હું પણ.."
તે પછી ઘણો સમય સુધી અમે બેઉ..અમારા બેઉના ફોન..શાંત જ રહ્યા.
"જોયું તન્મય? થોડાક કલાકો પહેલા આપણે પ્રેમમાં પડ્યા ય નહોતા. કદાચ આ કોઈ આકર્ષણ..કોઈ એટ્રેકશન હશે એવું કહેતા હતા. અને હવે?"
"હા યાર..હવે તો કેવું હાર્ટ, ને કેવું બ્રેઈન..! મને તો કોઈ અજાણ્યા તત્વએ મારો તાબો લઇ લીધો હોય તેવું લાગે છે.”
"હું તો સાવ હાથમાંથી ગયેલો કેસ જ છું. બધી ખબર છે, બધું સમજું છું તો ય તારા તરફ ખેંચાઈને આવી રહી છું. કેમ રોકું મારી જાતને? સ્શી..! છોકરીની જાતએ આટલું બધું કેરલેસ થવું..બરોબર નથી ને આ તન્મય?"
"મને આ..પોતાની જાતને રોકીને વર્તન કરવું..ગમતું નથી, ને ફાવતું યે પણ નથી. માનવીએ આમ એકદમ મુક્તપણે વિહરવું જોઈએ..મનને ગમે તેવી રીતે..!"
"ધેર યુ આર..! મતલબ કે હાર્ટનું જ સાંભળવાનું ને?"
"હું આ 'ગયેલો કેસ' થોડી વાર માટે સંભાળી લઈશ..જો ઇફ ઈટ ઈઝ ઓકે ફોર યુ."
"નો.. ઈટ ઈઝ નૉટ ઓકે ફોર મી.😀 તન્મય લીસ્સન, તારું ઈમેઈલ એકાઉન્ટ ૫૦ કેજીનું એટેચમેન્ટ લઇ શકશે કે?"
"કેજી? તારે 'એમબી' કહેવું છે ને?"
"નો..મેં બરોબર જ પૂછ્યું છે. હું ૫૦ કેજીની છું એટલે આવી ગઈ હોત હું જ મેઈલ સાથે એટેચ થઇ ને, તારા ઈનબોક્સમાં.. બેંગ્લોર.. તારી પાસે."
.
(કમઓન..! આ બધું રીયલી બની રહ્યું હતું કે હું સપનું જોઈ રહ્યો હતો?)
મેં મારો ફોન જોરથી ગાદલા પર પછાડ્યો. મારી બધી ઇન્દ્રિયો જાણે કે બધીર થઇ ગઈ હતી.
આટલા મહિનાઓમાં ક્યારે ય તન્વી આવું..એટલું રોમેન્ટિક બોલી જ નહોતી.
જે ફીલિંગ આજે ધડકન સાથે ચૅટ કરતી વખતે આવી રહી હતી તેવી ફીલિંગ્સ ક્યારે ય તન્વી સાથે મને આવી જ નહોતી.
સામે જ ઉભેલું મીની-ફ્રીઝ મેં ઉઘાડ્યું. તેમાં કેડબરીની બે વાઈટ ચોકલેટ્સ હતી.
અધીર થઈને મેં તેમની એક ચોકલેટનું રૅપર ફાડયું, ને એક જ બટકામાં હું ચોકલેટ ખાઈ ગયો.
તે પછી ચિલ્ડ કોકનું એક આખું કૅન એક જ ઘૂંટડામાં ગળેથી ઉતારી ગયો.
ફોન પર મારી નજર ચિપકાવી રાખીને થોડો સમય અહીંથી તહીં મેં બે-ચાર ચક્કર માર્યા અને પછી ફોન ફરીથી હાથમાં લીધો.
"ધડકન આઈ વોન્ટ તું ડેડીકેટ વન સોંગ ટુ યુ."
"કયુ સોંગ?"
"મૈં ચાહું તુજ કો..મેરી જાં બેપનાહ.
ફિદા હૂં તુજ પે..મેરી જાં બેપનાહ."
"સ્ટોપ ઈટ તન્મય..!"
"કેમ? શું થયું?"
"આઈ એમ બ્લશિંગ. હું શરમાઉ છું, ને મને ખુબ ગમે છે આ શરમાવું."
"આઈ ડોન્ટ બીલીવ ધીસ..! કેટલાય વર્ષો વીતી ગયા હશે છોકરીઓને શરમાતી જોઇને..તું શરમાય છે? તને આવડે છે શરમાતા?"
"એટલે? કંઈ પણ પુછે છે તું તો."
"ધડકન..પ્લીઝ એક ફોટો મોકલને અત્યારનો. એક સેલ્ફી. પ્લીઝ..!"
"ચુપ રે! કંઈ પણ..શું? હું કંઈ અત્યારે ફોટો વગેરે પાડવાની નથી. મારા અવતાર તો જો કેવા છે અત્યારે."
"જેવા હોય તેવા. પ્લીઝ..!"
"ઓકે વેઇટ..! એક મિનીટ."
.
એક મિનીટ કહીને ધડકન ગઈ તે પાંચ મિનીટ સુધી ફરી ઓનલાઈન આવી જ નહીં.
"હલ્લો..! ક્યાં છો? ક્યાં ગઈ?"
-મેં અધિર થઈ મેસેજ મુક્યો.
તે પછી બીજી બે-ત્રણ મિનીટ પછી ધડકનનો મેસેજ આવ્યો ને સાથે તેનો એક ફોટો પણ.
પણ ફોટામાં તેનો આખો ચહેરો તો દેખાતો જ નહોતો કારણ ફોટો ખેંચતી વખતે તેણે પોતાનો ચહેરો કેમેરાની ઉલટી દિશામાં રાખ્યો હતો, માટે ફોટામાં ફક્ત તેનાં ગાલમાં પડેલું એક ખંજન જ દેખાઈ રહ્યું હતું. જો કે મારું ધ્યાન તો ખેંચાયું તેણે કાનમાં પહેરેલી ઈયરીંગ તરફ. એક હાથેથી પોતાના વાળ સાઈડમાં પકડીને તેણે પાડેલા આ ફોટામાં તેનું ઈયરીંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
"આ જ ઈયરીંગ હતી કે તન્વીની 'પેલી મૈત્રિણ'નાં કાનમાં?"
"😁..ધડકન તારા ધ્યાનમાં આવ્યું કે? આપણે ગઈકાલથી વાતો જ કરીએ છીએ..!"
"ગઈકાલથી?"
"અરે યાર, ઘડિયાળમાં જો. ૧૨ વાગી ગયા. ગુડ મોર્નિંગ..!"
"ઓ માઈ ગોડ..! ચલ ચલ હવે સુઈ જઈએ. આવતીકાલે.. આઈ મીન આજે જ થોડી વાર પછી ફરી ચૅટ કરીશું. ઓકે?"
"ઑલ રાઈટ.. સ્વિટ ડ્રીમ્ઝ. ગુડ નાઈટ.”
"ગુડનાઇટ તન્મય. બબ્બાય..!"
.
હું કેટલીય વાર સુધી ધડકનના ફોટા સામે જોતો જ રહ્યો. મનમાં હજી પણ તેની સાથે થઇ ગયેલી ચૅટ ઘુમરાઈ રહી હતી. આટલું ઝડપથી બધું થઇ જશે તેની કોઈ કલ્પના જ મને નહોતી.
બેંગ્લોર આવવા નીકળ્યો ત્યારે મન એટલું ઉદાસ હતું, કારણ થોડા દિવસ પૂર્વે, ‘મારે બીજી તન્વી નથી બનવું’ એવું એક વાક્ય બોલીને ધડકને મને મૂંઝવણમાં નાખી દીધો હતો, અને એ જ ટેન્શન લઈને હું બેંગ્લોર આવવા પ્લેનમાં બેઠો.
પણ તે પછી તેની સાથે ચાલુ થયેલી ચૅટએ ધીમે ધીમે અમને અજાણતા જ આટલી ઝડપે એટલા નજીક લાવી દીધા કે વોટ્સઍપની ચૅટ પર જ અમે બંનેએ પોતપોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો.
છેલ્લા અમુક સમયની વાતો વાગોળતો વાગોળતો પછી હું ફ્રેશ થયો અને હજુયે એક કોકા-કોલા પેટમાં ઢાલવી દીધી.
મોરના પીંછા જેવી હળવાશ અનુભવતા અનુભવતા પ્રસન્ન ચિત્તે, મેં બાકી રહેલું કામ પૂરું કરવા લેપટોપ જ્યારે મારી સમીપ ખેંચ્યું, ત્યારે મને બિલકુલ કલ્પના ન હતી કે મારા હૈયાની આ હળવાશની આવરદા ચોવીસ કલાક કરતાંય ઓછી છે.
( ક્રમશઃ )
----------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
હષિઁત ચોકસી
01/08/2018
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો
તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને Limited 10 પોસ્ટ ગ્રુપ માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો
https://www.facebook.com/Limited-10-Post-169886837043261/
[17 ગ્રુપ, 3000 વાંચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ , મારી પોકેટ 📚 લાઈબ્રેરીrajubhainoblog.blogspot.com

Comments
Post a Comment