જરૂર ન હોય ત્યારે ગેરહાજર પણ રહેવું જોઈએ ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઔરોં કી બુરાઈ કો ન દેખું વો નજર દે, હાં અપની બુરાઈ કો પરખને કા હુનર દે, વો લોગ જો સૂરજ કે ઉજાલે મેં ચલે થે, કિસ રાહ મેં ગુમ હો ગયે કુછ ઉનકી ખબર દે. -ખલીલ તનવીર સતત હાજરી સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારી જરૂર છે અને ક્યારે મારે દૂર રહેવાનું છે. આપણે આપણી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. હું તારા માટે હંમેશાં હાજર છું. દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. હું બોલાવીશ અને એ આવી જશે, હું કંઈક કહીશ અને એ થઈ જશે, મારી વાત કરીશ અને એ સાંભળશે, એટલો અહેસાસ હોય એ જ પૂરતું છે. સંબંધોના નિયમો ન હોય. એ ફોન કરે તો હું ફોન કરું. એ મેસેજ કરે તો જ હું જવાબ આપું. સંબંધ જ્યારે બંધનના દાયરામાં આવી જાય છે ત્યારે ગૂંગળામણની શરૂઆત થાય છે. સંબંધોની તીવ્રતા એના પરથી નક્કી થતી નથી કે તમે કેટલી વખત મળો છો. તમને એકબીજાની કેટલી પરવા, કેટલી ખેવના અને કેટલી લાગણી છે તેના પરથી ...
Comments
Post a Comment