Posts

Showing posts from July, 2018

અનાવૃત"* - શતદલ પૂર્તિ ✒️લેખક: *જય વસાવડા*

*"અનાવૃત"* - શતદલ પૂર્તિ ✒️લેખક: *જય વસાવડા* http://planetjv.wordpresd.com/ *આ ગલે લગ જા : આલિંગન એક રંગીન આંદોલન !* *પૂર્વના આધ્યાત્મિક રહસ્યવાદીઓએ સ્પર્શથી એટલે)* *દૂર રહેવા રાખવાના* *નિયમો બનાવ્યા હતા કે,* *આંગળીના ટેરવા પણ એનેર્જી* *ટ્રાન્સમીટર તરીકે અને રૃંવાટીના મૂળ પણ એનર્જી* *રિસિવર તરીકે કામ કરી શકે એનો એમને સાક્ષાત્કાર થઈ ગયેલો.* *પણ જમાનો એટલો ઝડપી બન્યો છે કે રિલેકસ થવા માટે આ ઊર્જાસંચય છોડવાની જરૃર છે* એક જમાનામાં હોલીવૂડની રૃડીરૃપાળી લાલ સફરજન જેવી એકટ્રેસ ડ્રયુ બેરિમોરે એવું તોફાની ક્વોટ  'મને ભેટવામાં એટલી મજા પડે છે કે... કાશ, હું ઓકટોપસ હોત! તો આઠ જણને એક સાથે વળગી પડત!' ( કાશ, આપણે ત્યારે એની નજીક હોત !). રાજકારણીઓ આપણે ત્યાં એટલા સ્ટ્રેઈટજેકેટ હોય છે કે એમને લળી લળી સલામો કરી પગે લાગવાનું જ રહે. ત્યારે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈ જાદૂ કી ઝપ્પી આપી આવ્યા એ ઘટના ભારે ચર્ચામાં રહી. સાહેબ ઇન્ટરનેશનલ લીડર્સને ભેટે છે. રાહુલજીએ નેશનલ લીડરથી શરૃઆત કરી. ગુડ ગુડ. શિવાજી અને અફઝલખાન જેવા ભેટેથી કટારી હુલ...